સાવરકુંડલા શહેરમાં યુવકને ત્રણ પૈસાના પાણી માટે તારે આવું કરવાનું કહી ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે ઘનશ્યામભાઇ જયસુખભાઇ બોરીસાગરે ધારીના શેલ ખંભાળીયા ગામના સજવિરભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ પોતાના ઘરેથી દુકાને જતા હતા ત્યારે આરોપીએ ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત ત્રણ પૈસાના પાણી માટે તારે આવું કરવાનું કહી તારે રાત્રીના બાર વાગ્યા પહેલા જ્યાં જવું હોય ત્યાં જતો રહેજે તેમ કહી ધમકી આપી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.





































