રાખનાં રમકડાં

“તારી જેમ મને પણ આવો જ વિચાર આવે છે શાંતુ, આપણે તેને થોડા દિવસો સાચવી લઇએ પરંતુ…” દામલ આગળ બોલતા અટકી ગયો.
“તારે અને મારે નોકરી પણ કેવી છે, અલગ અલગ પાળીમાં સ્કૂલે જવું પડે છે. જા એક જ સમયે આપણે સ્કૂલનો સમય હોત તો વળી… વાત જુદી.” શાંતુ બોલી.
“કાલે તેને ડયૂટી જાઇન્ટ તો કરવા દે, પછી તેના વિશે આપણે કંઇક વિચારીશું.” દામલ આટલું બોલી શાંતુને પ્રેમથી વહાલ કરતા બથમાં ભરી લીધી. પછી, સાથે સાથે મીઠું મધુર ચુંબન પણ કર્યું.
આવું થતાની સાથે જ શાંતુ ખરેખર જ ઉત્તેજિત થઇ ગઇ. તેના શરીરમાં જાણે કે ગરમી ઉત્પન્ન થવા લાગી. તેની ઉપસેલી છાતી વધુને વધુ ફુલાવા લાગી. એથી તો આવેશમાં આવી જઇને તેણે દામલના ચહેરાને અનેક ચુમીઓથી રંગી જ દીધો ને પછી સાવ ધીમા અવાજે બોલી ઃ “ બીજું બધું તો ઠીક દામલ, પરંતુ હવે આપણે ડોકટર પાસે કયારે જઇશું.? ”
આ ડોકટર શબ્દ દામલના કાનમાં પડઘાવા લાગ્યો. ઉત્તેજિત થવું થવું કરતા તેના અંગો, તેના બધાં કોમળ અંગો તરત જ ઢીલા થઇ સંકોચાવા માંડયા. પછી થોડું હતાશ થઇ જઇ દયામણા અને સાવ નમ્ર અવાજે ધીમેથી બોલ્યો: “ શાંતુ, ડોકટર પાસે જઇને પણ આપણે શું કરીશું ? ડોકટર તો ન પૂછવાનું પૂછયા કરશે, અરે…, તારી ને મારી જન્મકુંડળીનું ફળાદેશ પણ તે જ નક્કી કરીને આપણને સંભાળવવા લાગશે. પછી દવા આપશે. જાસની દવા, તાકાત વધારવાની દવા, સ્પર્મ વધારવાની દવા… ને એવું બધું આપશે પછી, ચિંતા તો જરાપણ નહીં કરવાની એવો ચીલાચાલુ ઉપદેશ તો આપશે જ એથી વિશેષ ડોકટર શું કરી શકે…. ?!”
“તો પણ…. આપણે કંઇક તો કરવું જ પડશે ને ?” ચિંતિત થઇ શાંતુ બોલી એટલે હવે દામલ ચૂપ રહ્યો, કંઇ બોલ્યો નહીં.
પરંતુ… એક સમયે જ્યોતિ રોતા રોતા બોલી હતી તે શબ્દો… અને જ્યોતિની દયનીય સ્થિતિ… એ બધુ જ તેની નજર સામે તરવરવા લાગ્યું ઃ
“દામલ…, મને મારા શરીર સાથે આવું બધું કરવાનો જરાપણ શોખ નથી. પરંતુ વિજય… મારા પતિ વિજયની જિંદગીનો સવાલ સળગી રહ્યો છે. રોજ રોજ વિજય પોક મૂકીને રડે છે.. મને પગે લાગી આજીજી કરે, કરગરે છે પરંતુ હું એક અબળા શું કરૂં ? અને દામલ…, તું સાંભળી લે: જે કોઇ પુરૂષને આવી જાતીય બીમારી થઇ હોય, આવી બીમારીથી પીડિત હોય… તેનું દુઃખ તો અતિ કષ્ટદાયક હોય છે. જેના પર આવું દુઃખ આવ્યું હોય તેને જ આવા દુઃખની સાચી ખબર પડે. અને હા, નપુસકની પીડ ાતો નપુસક પુરૂષ હોય તેને જ ખબર પડે…”
જ્યોતિના આવા શબ્દો દામલને તેના કાનમાં અત્યારે જારથી અથડાતા રહયા, પડઘાતા રહ્યા. આમ રાતના અંધારામાં શાંતુ પાસે લાંબા થયેલા દામલે પોતાની આંખોમાં આવેલા આંસુને છાનાં છાનાં લૂછી નાખ્યા. અને પછી પડખું ફરીને જોરથી આંખો મીંચી દઇ તે ઊંડા વિચારોમાં ઘેરાઇ ગયો.
બરાબર આ સમયે ખૂબ જ ઉત્તેજિત થયેલી શાંતુ હવે સાવ ઢીલી પડી ગઇ, તે અફસોસ કરતી હતી અને પોતાની અંદરનો સળગતો બળાપો છાની છાની રડી લઇ બહાર કાઢતી હતી. પરંતુ આવો બળાપો એમ કંઇ બહાર નીકળે ?
ત્યાં તો આવા સમયે, આવા વખતે એકદમ જ શાંતુની આંખોમાં ચમક આવી. એ ચમકમાં તેની આંખની પીળી પીળી કીકીમાં એ ચમકતો ચહેરો પ્રકાશી ઊઠયો, એ ચહેરો બીજા કોઇ નહીં પણ ઉજળિયાત વરણનો એક મહત્વકાંક્ષી એવો યુવાન મહેશનો હતો…! દરેકને જાત અનુભવ એમ કહે છે કે, પોતાના શરીરમાંથી ઉદ્‌ભવતા જાતીય આવેગોને શાંત કરવા એ ફક્ત પોતાની જાતનું કામ નથી. એવા શારીરિક આવેગોને શાંત કરવા… સામે કોઇ વિજાયતીય એવા પરાયા અને પારકાનો સહારો લેવો આવશ્યક બની રહે છે. ને શરીરની જરૂરિયાત પ્રમાણે શરૂઆત તો હંમેશા આવા આવેગથી જ શરૂ થાય છે. એટલે તો આવા પાતળા એવા પ્રકાશમાં પણ શાંતુને મહેશનો રૂપાળો ચહેરો ખૂબ ખૂબ ચમકતો દેખાયો. એટલે તેણે તેની પોતાની છાતી પર પોતાના જ હાથ રાખી જરા દબાણ વધાર્યું હતું. પછી ઊંઘવા માટે તે ખૂબ ખૂબ કોશિશ કરવા લાગી.
(ક્રમશઃ)