રાજુલાના માંડળ ગામની યુવતીના લગ્ન જાફરાબાદના લોર ગામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતીને તેના સાસરિયાએ માનસિક તથા શારીરિક દુઃખ ત્રાસ આપ્યો હતો. તેમજ મુંઢમાર માર્યો હતો. સાસરિયાના સિતમથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા બાદ પરિણીતા પિયર આવી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ભારતીબેન હિંમતભાઈ જોગદીયા (ઉ.વ.૨૮)એ જેઠ વિનુભાઇ ભાણાભાઇ જોગદીયા, સસરા ભાણાભાઇ રામભાઇ જોગદીયા, કાકાજી સસરા નાનજીભાઇ રામભાઇ જોગદીયા તથા સાસુ રાણીબેન રામાભાઇ જોગદીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનું તથા તેના પતિનું લગ્નજીવન આગળ ચાલવા નહીં દેવા માટે આરોપીઓ તેમને અવારનવાર તું અમને ગમતી નથી, તારા બાપે તને કરિયાવર લાવી આપ્યો નથી તેમ કહી માનસિક તથા શારીરિક દુઃખ ત્રાસ આપ્યો હતો. ઉપરાંત ગાળો બોલી મુંઢમાર માર્યો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.જે. ધાખડા વધુ તપાસ કરી રહ્યા છે.