ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧.૦૧.૨૦૨૬ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તા. ૨૮ ઓક્ટોબર ૨૦૨૫થી ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ચાલશે. અમરેલી જિલ્લામાં મતદારયાદીની ખરાઈ બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા શરૂ થઈ ચૂકી છે. મતદારો તા. ૧૫, ૧૬, ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ સવારે ૯થી બપોરે ૧ સુધી પોતાના મતદાન મથક પર ર્મ્ન્ંની મદદથી ફોર્મ મેપિંગ-લિંકીંગ કરી શકશે. વધુ માહિતી અથવા BLO સાથે સંપર્ક માટે મતદારો [voters.eci.gov.in](https://voters.eci.gov.in) Ãkh “Book a Call BLO” વિકલ્પનો ઉપયોગ કરી શકશે.