જુલાઈના ત્રીજા અઠવાડિયાનો ટીઆરપી રિપોર્ટ આવી ગયો છે અને ફરી એકવાર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ રેટિંગ ચાર્ટમાં પ્રથમ સ્થાને છે. એવું લાગે છે કે હવે દર્શકો ભાવનાત્મક નાટકને બદલે કોમેડી તરફ વળ્યા છે કારણ કે સૌથી લાંબી ચાલતી સિટકોમ નંબર વન પર છે. ‘અનુપમા’ અને ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ ટોચના ૫ માં સ્થાન મેળવી ચૂકયા છે. ૨૭મા અઠવાડિયામાં ટીઆરપી યાદીમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ભૂતિયા ટ્રેકે ટીઆરપીમાં ધૂમ મચાવી છે. આ એપિસોડની વાર્તાએ અત્યાર સુધી લોકોને જકડી રાખ્યા છે. દિલીપ જાશી, અમિત ભટ્ટ, મુનમુન દત્તાના શોને આ અઠવાડિયે ૨.૬ રેટિંગ મળ્યા છે. આ ચોથું અઠવાડિયું છે જ્યારે આ સિટકોમ ટીઆરપી રિપોર્ટમાં પ્રથમ સ્થાને રહ્યું છે. આ વખતે ટીઆરપી પાછલા રેટિંગ કરતા વધુ સારી છે. છેલ્લા ટીઆરપી રિપોર્ટમાં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને ૨.૫ રેટિંગ મળ્યા હતા.

‘અનુપમા’ આ અઠવાડિયે ટીઆરપી રિપોર્ટમાં બીજું સ્થાન મેળવ્યું છે. રૂપાલી ગાંગુલી અભિનીત શો હાલમાં અનુપમા અને રાહી વચ્ચેના તફાવતોની આસપાસ ફરે છે. ઘણા અઠવાડિયાથી ટીઆરપીમાં ટોચના સ્થાને રહેલો આ શો, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા સ્થાને આવ્યા પછી બીજા સ્થાને સરકી ગયો છે. આ અઠવાડિયે, અનુપમાને ૨.૦ રેટિંગ મળ્યું છે, જે ગયા અઠવાડિયા કરતા થોડું ઓછું છે. ગયા અઠવાડિયે, ‘અનુપમા’ ને ૨.૧ રેટિંગ મળ્યું છે.

‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ આગામી એપિસોડમાં ઘણા ઉતાર-ચઢાવ લાવશે. આ શોમાં સમૃદ્ધિ શુક્લા અને રોહિત પુરોહિત મુખ્ય ભૂમિકામાં છે. ગયા અઠવાડિયે, શોને ૨.૧ રેટિંગ મળ્યું હતું. પરંતુ આ અઠવાડિયે, ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ રેટિંગમાં ઘટાડો જાવા મળ્યો છે. જાકે, શો ત્રીજા સ્થાને રહ્યો છે. તેને ૨.૦ રેટિંગ મળ્યું છે.

‘ઉડને કી આશા’ આ અઠવાડિયે પણ ચોથા સ્થાને છે. કંવર ઢિલ્લોન અને નેહા હરસોરાના શોને ૨.૦ રેટિંગ મળ્યું છે. આ શો તેની વાર્તાથી લોકોને પ્રભાવિત કરી રહ્યો છે અને લોકોને તેના તરફ ખેંચી રહ્યો છે.

ફરી એકવાર, ‘લક્ષ્મી કા સફર’ એ પાંચમું સ્થાન મેળવ્યું છે. આ શો ‘મંગલ લક્ષ્મી’ નો સ્પિન-ઓફ છે. ગયા અઠવાડિયે, શોને ૧.૭ રેટિંગ મળ્યું હતું. આ અઠવાડિયે પણ, રેટિંગ એ જ છે.