ગુજરાતમાં ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ આવી જ સ્થિતિ રહેશે. ગુજરાતીઓને ચોમાસાની હજી રાહ જોવી પડે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યુ છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, પ્રદિપ શર્માએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં હાલ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે ભેજની સ્થિતિ પણ છવાયેલી છે જેના કારણે આગામી સાત દિવસ વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે, ૧૦, ૧૧ અને ૧૨મી જૂને અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, ૧૩ અને ૧૪મી તારીખના રોજ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
૧૫મી તારીખના રોજ અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીરસોમનાથ, દીવ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
૧૬મી તારીખે વરસાદની તીવ્રતા વધી રહી હોય તેમ લાગી રહ્યુ છે. પોરબંદર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.