હરિયાણાના ફરીદાબાદમાં તેમના ભાડાના રૂમમાંથી ૩૬૦ કિલોગ્રામ વિસ્ફોટકો મળી આવ્યા બાદ ધરપકડ કરાયેલા ડા. મુસ્લિમલ ગનાઈની બહેન દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. ડા. મુસ્લિમલ ગનાઈની બહેન, અસ્મત શકીલે કહ્યું કે જા તેમનો ભાઈ પણ આરોપી છે, તો તેને સજા મળવી જાઈએ.ડા. મુસ્લિમલ ગનાઈની બહેન, અસ્મત શકીલે કહ્યું, “તે છેલ્લા ચાર વર્ષથી ફરીદાબાદમાં હતો અને વર્ષમાં એક કે બે  વાર ઘરે આવતો હતો. જાકે, પોલીસે ગુરુવારે ઘરે દરોડો પાડ્યો. અમે તે સાંજે અમારા ભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ફોન બંધ હતો. પછી અમને ખબર પડી કે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. તેણે આલમદાર પબ્લિક સ્કૂલમાંથી દસમું ધોરણ અને પછી પુલવામા કોલેજમાંથી દસમું અને બારમું ધોરણ પૂર્ણ કર્યું છે.”અસ્મત શકીલે કહ્યું, “તે કોચિંગ માટે શ્રીનગર આવ્યો હતો અને જમ્મુની બત્રા હોસ્પિટલલમાં તેની પસંદગી થઈ હતી.એમબીબીએસ પૂર્ણ કર્યા પછી, તેને સૌરા એસકેઆઇએમએસમાં હાઉસ જાબ મળી, ત્યારબાદ તે ફરીદાબાદ આવ્યો. મને વિશ્વાસ નથી થતો કે મારો ભાઈ આવું કરી શકે છે. અમે ભારત તરફી છીએ. અમે ક્્યારેય ડા. ઉમરને જાયા નથી. આ ઘટનાથી અમને દુઃખ થયું છે; તે પણ એક માણસ હતો. જા મારો ભાઈ પણ આરોપી હોય, તો તેને સજા મળવી જાઈએ.”ડા. મુસ્લિમલ ગનાઈના પરિવારે દાવો કર્યો હતો કે તેમને આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેની સંડોવણી વિશે કોઈ જાણકારી નહોતી. મુસ્લિમલના ભાઈ આઝાદ શકીલે જણાવ્યું હતું કે, “એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક મોટો આતંકવાદી છે. અમને આ અંગે કોઈ જાણકારી નથી. છેલ્લા પાંચ દાયકામાં અમારા પરિવારના કોઈપણ સભ્ય સામે કોઈ કેસ નોંધાયેલ નથી. અમે સંપૂર્ણપણે ભારતીય છીએ અને ભારત માટે પથ્થરમારાનો સામનો કર્યો છે. તમે ગામના કોઈપણ વ્યક્તિ પાસેથી આ વાતની પુષ્ટિ કરી શકો છો.”આઝાદ શકીલે કહ્યું કે તેમનો પરિવાર ખેડૂત છે અને તેમને રાષ્ટ્રવાદી હોવાને કારણે પથ્થરમારો કરનારાઓએ નિશાન બનાવ્યા હતા.