બે-પાંચ વિઘા જમીન, થોડી મહેનત કરવાની તાકાત અને મનમાં સ્વાભિમાનની જયોત હોય અને વ્યવસાયની શોધમાં જા માણસ હોય તો ડેરી ફાર્મીંગ-પશુપાલન વ્યવસાય કરવા જેવો છે. આ ત્રણ વસ્તુ હોય તો ખેડૂતો,પશુપાલકો અને સ્વરોજગારી ઈચ્છનાર યુવાનો માટે ભવિષ્યના દ્વાર ખુલ્લી શકે તેમ છે. ગામડાઓ ખાલી થવાના મુખ્ય કારણોમાં એક છે. રોજગારીઓનો અભાવ અને શહેરોમાં મજુરી માટે થતુ સ્થળાંતર પરંતુ જા ખેતિ સાથે પશુપાલનનો મજબૂત આધાર ઉભો કરવામાં આવે તો ખેતિ પણ ટકાઉ અને ગામડુ પણ જીવત બને.
ભૂતકાળમાં ગામડાઓમાં વહેલી પરોઢીએ આપણી માં-બેન દિકરીઓ મેળવણ કરેલા દહિંમાંથી છાશ વલોવટી વલોણાનો અવાજ અને પ્રભાતિયા આજે વિસરાય ગયા. ઘરની બાઈ દૂધ, ઘી વહેંચીને ઘરખર્ચ કાઢી લેતા હતા અને આજે-બાજુના લોકો કે દુજાણુ ન હોય એવા લોકોને વિના મુલ્યે છાશ મળતી આજે ગામડાઓમાં પણ છાશની થેલી વેચાતી લેવી પડે એવા માનવ સર્જીત દિવસો આવ્યા છે.
નકલી સંબધોની જેમ આજે નકલીનો જમાનો છે. ગામડાઓમાં પશુપાલન નથી પણ માંગો એટલુ દૂધ અને દૂધની બનાવટો મળે જેમણે કયારેય ચોખુ દૂધ, ઘી, માખણ, દહિ કે છાશ ખાધા નથી એમને તો આ નકલીનો સ્વાદ સારો લાગે આમેય મહેનત વિના વસ્તુ ખાવાની ટેવવાળા લોકો માટે ભેળસેળ બરાબર છે. જે પ્રજા માય કાંગલી બનીને ભેળ સેળીયુ ખાવા ટેવાયેલી હોય તેનામાં જમીર અને જુનુન મરી ગયા હોય આ પ્રજા અવાજ ના ઉઠાવી શકે એવુ હુ સમજુ છું.
ભારતની ધરતી ઉપર દેશી જાતિની પ્રદેશ પ્રમાણે અનેક જાતો ગાયોની છે. બ્રાઝીલ દેશની ઈકોનોની પશુપાલન ગીર ગાય આધારી છે. આપણુ છે પણ તેની િંકમત આપણને નથી. ગીર ગાય જેવી પ્રેમાળ ગાયની જાત અને દુધ માટે ઉત્તમ ગણાય છે. રોગ પ્રતિકારકશÂક્ત સારી, ગાય કે ભેંસ માત્ર દૂધ પુરૂ પાડતી નથી, તે ખેડૂતોના જીવનમાં આર્થિક સુરક્ષા, દેશી ખાતર, ગોબરગેસ અને પ્રાકૃતિક ખેતિનો આધાર પણ છે.
પશુપાલન વ્યવસાયમાં એટલી મોટી તાકાત છે કે, તેના ગ્રાહકો શોધવા જવા પડે તેમ નથી. ગામડાઓમાં આવેલી દૂધ મંડળીઓ, ખાનગી ડેરીઓ, સિધ્ધા ગ્રાહકો સુધી વેચાણ કરવાના વિકલ્પો છે. દૂધ, ઉપરાંત દહિ, ઘી, છાશ અને પનિર બનાવી વધારાની સારી આવક પણ મેળવી શકાય તેમ છે. અને વ્યવસાયમાં કયારેય મંદિ આવે તેમ પણ નથી.
પશુપાલનથી પરીવારને રોજની દૈનિક આવક થાય તેમ છે. બાઈઓને પશુઓને નિરણ અને દોહવાનું કામ કરે અને યુવાનો પશુચારો અને દૂધ વેચાણ માટે પહોંચડવાની વ્યવસ્થા કરે જા ચારથી પાંચ દુધાળા પશુઓ હોય તો પ લીટર એક પશુ દુધ આપે તો રપ લીટર એક ટામઈનું અને બે ટાઈમનુ પ૦ લીટર દૂધ રૂ.પ૦ના ભાવથી વેચાણ થાય તો ૩૦૦૦ રૂપિયા રોજના મળે ઉપરાંત આ સરેરાશ છે. બાકી ૧પથી ર૦ લીટર દૂધ આપતી ગાયો છે. આજે ઘણા યુવાનો શહેરોમાં કોઈ ફેકટરી, દુકાન કે મહિલાઓ રાત દિવસ ભરતકામ કરીન રાત ઉજાગરા કરે, પોતાના પરિવારોને સમય ન આપી શકે તેવી હાલત છે. ખર્ચા અને દેવામાં ડૂબી જતા પરિવારો છે. છતાપણ પોતાની ખેતિ સાથે પશુપાલન નથી. અપનાવવુ તેની પાછળ મોજ શોખ અને દેખા -દેખી જ કારણ કે તેનાથી હવે સમાજના મોભી ઘરના †ી-પુરૂષોએ જાગવુ પડશે.
રોજગારીમાં બનાસકાંઠા ઉત્તમ ઉદાહરણ છે. એકલા બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકોને દૂધના મહિને ૧પ૦૦ કરોડ જેવી રકમ ચુકવવામાં આવે છે. આજે ખેતરમાં ભાગીયુ આપવુ હોય તો ભાગીયો પણ પુછે. ડ્રીપ છે, સ્પ્રીકલર છે. તો ભાગીયુ રાખવુ છે. છાણથી લઈને દૂધ અને દૂધથી લઈને મધ સુધીની લાખોની આવક મળી રહી છે. તેમા પરિશ્રમ છે. ખેડૂત નેતા શંકરભાઈ ચૌધરીની કયારેક બનાસકાંઠાની મુલાકાત લેવા જેવી છે.
રાત-દિવસ કામ પછી જયાં મજુરના-મજુર રહેવાના હોઈએ કયારેય માલિક નથી બનવાના પગાર મર્યાદિત, વિકાસની તક મર્યાદિત જયારે ખેતિ સાથે પશુપાલન વ્યવસાય અપનાવો એટલે રાજય સરકાર અને કેન્દ્ર સરકારની અનેક સહાય યોજનાઓ અમલી છે. તેનો પણ લાભ મળે. આજે ભણેલા-ગણેલા યુવાનો ન્યુ એગ્રી સ્ટારઅપમાં આવી રહ્યા છે. પશુપાલન માત્ર વ્યવસાય નથી એ સ્વાભિમાનનો માર્ગ છે. ગામડાઓને જીવંત રાખવાનો સંકલ્પ છે. એ બાળકો અને પરીવારોને સુરક્ષિત બનાવવાનો આધાર છે. જો મહેનત કરવાની તાકાત છે. તો ગામડાઓમાં વિશાળ તકો છે. પશુપાલન અપનાવો, ખેતિ અને ગામ બચાવો અને પોતાના જીવનનાં માલિક બનો.













































