રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમાડતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની ડુંગર પોલીસને બાતમી મળી હતી જેથી ડુંગર પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેઈડ પાડતા રેઈડ સ્થળેથી બુધાભાઈ બાલાભાઈ બલદાણીયા, ફિરોઝ ઉસ્માન ગાહા અને જાવેદ રજાક ગાહા રહે. વિકટરવાળાને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી આંક ફરકના વરલી મટકાનો જુગાર, ડાયરી, બોલપેન, આંકડા લખેલી ચિઠ્ઠી તેમજ રૂ.રર૦૦ રોકડા કબજે કર્યા હતા. પોલીસે રેઈડ કરતા જાવેદ રજાક ગાહા નાસી છુટ્યો હતો. પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.