ગુજરાતમાં વર્ષ ૨૦૨૫નો છેલ્લો ડિસેમ્બર મહિનો ઓટો સેક્ટર માટે શાનદાર રહ્યો છે. કારણ કે પાછલા વર્ષની તુલનામાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં ૨૦ ટકા તો કારના વેચાણમાં ૨૯ ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં સમગ્ર ગુજરાતમાં ઓટો સેક્ટરમાં પાછલા વર્ષની તુલનામાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ૧૩ ટકાનો વધારો થયો છે.

આ વિગત ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (ફાડા) ના ડિસેમ્બર ૨૦૨૫ અને કેલેન્ડર વર્ષ ૨૦૨૫મા થયેલા વાહનોના રિટેલ વેચાણના જારી આંકડામાં સામે આવી છે.

ફાડાના ડિસેમ્બર ૨૦૨૫ના રિટેલ વાહન વેચાણ રિપોર્ટના આંકડા હેઠળ ગુજરાતમાં ડિસેમ્બર ૨૦૨૪મા ૮૬૧૭૪ ટુ-વ્હીલર વેચાયા હતા, તેની તુલનામાં ડિસેમ્બર ૨૦૨૫મા ૧૦૩૪૫૫ ટુ-વ્હીલરનું વેચાણ થયું છે. તે ૨૦.૦૫ ટકા વધુ છે. થ્રીવ્હીલરની વાત કરીએ તો ૨૦૨૪ના ડિસેમ્બર મહિનામાં ૪૩૩૬ થ્રીવ્હીલર વેચાયા હતા. તેની તુલનામાં ડિસેમ્બર ૨૦૨૫મા ૬૪૨૭ એટલે કે ૪૮.૨૨ ટકા વધુ ઓટો રિક્ષાનું વેચાણ થયું છે. કોમર્શિયલ વાહનોની વાત કરીએ તો તેમાં ૪૪.૧૪ ટકાનો વધારો જાવા મળ્યો છે. ડિસેમ્બર ૨૦૨૪મા ૫૬૮૧ વાહનોની તુલનામાં ડિસેમ્બર ૨૦૨૫મા ૮૨૦૪ કોમર્શિયલ વાહનો વેચાયા છે. યાત્રી વાહનોના વેચાણમાં આ દરમિયાન ૨૮.૮૫ ટકાનો વધારો જાવા મળ્યો છે. ડિસેમ્બર ૨૦૨૪મા ૩૦૬૫૩ વાહનોની તુલનામાં ડિસેમ્બર ૨૦૨૫મા ૩૯૪૯૬ વાહનો વેચાયા છે. બધા પ્રકારના વાહનોનું રિટેલ વેચાણ ડિસેમ્બર ૨૦૨૪મા ૧૫૦૦૩૨ હતું, જે ૧૨.૭૪ ટકાના વધારા સાથે ડિસેમ્બર ૨૦૨૫મા ૧૬૯૧૪૭ નોંધાયું છે.

અમદાવાદની વાત કરીએ તો ડિસેમ્બર ૨૦૨૪ની તુલનામાં ડિસેમ્બર ૨૦૨૫મા ૩૭ ટકા વધુ ટુ-વ્હીલર વેચાયા છે. ડિસેમ્બર ૨૦૨૪મા ૧૨૯૬૭ ટુ-વ્હીલર વેચાયા હતા, ડિસેમ્બર ૨૦૨૫મા ૧૭૭૮૦ ટુ-વ્હીલરનું વેચાણ થયું છે. કારની વાત કરીએ તો ડિસેમ્બર ૨૦૨૪મા ૭૦૮૦ જ્યારે ડિસેમ્બર ૨૦૨૫મા ૭૪૫૬ કારનું વેચાણ થયું છે.

ગુજરાતમાં ઓટો રિટેલમાં સપ્ટેમ્બરથી જ સતત સકારાત્મક વૃદ્ધિ જાવા મળી છે. મુખ્ય રૂપથી જીએસટી ઘટાડા બાદ ઓટો ઉદ્યોગમાં માંગ યથાવત છે. સારા ચોમાસાને કારણે ગ્રામીણ ક્ષેત્રોમાં માંગ વધી છે. વાહન નિર્માતા કંપની ૧ જાન્યુઆરીથી લાગૂ નિયમિત મૂલ્ય વૃદ્ધિની જાહેરાત કરી છે, જેનાથી ડિસેમ્બર ૨૦૨૫મા લોકોએ વાહન ખરીદીને પ્રાથમિકતા આપી હતી. ત્રીજા ક્વાર્ટરમાં સારા વેચાણને કારણે વર્ષ ૨૦૨૫મા વાહન વેચાણનો દર બે આંકડામાં પહોંચ્યો છે. ડિસેમ્બર ૨૦૨૫મા ઓવરઓલ વાહનોના વેચાણ દરમાં ૧૩ ટકાની વૃદ્ધિ જોવા મળી, જેમાં કારમાં ૨૯ ટકા અને ટુ-વ્હીલર વાહનોમાં ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.