મધ્યપ્રદેશના વરિષ્ઠ કેબિનેટ મંત્રી અને ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ ફરી એકવાર છોકરીઓના કપડાં પર ટિપ્પણી કરી છે. ઇન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં વિજયવર્ગીયએ કહ્યું કે, મને મહિલાઓ ઓછા કપડાં પહેરે છે તે પસંદ નથી. પશ્ચિમી સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ત્યાં ઓછા કપડાં પહેરતી મહિલાઓને સુંદર માનવામાં આવે છે પરંતુ હું એવું માનતો નથી. કૈલાશ વિજયવર્ગીયએ નેતાઓના ટૂંકા ભાષણોની તુલના કરતી વખતે ટૂંકા કપડાં પહેરતી મહિલાઓ પર આ નિવેદન આપ્યું હતું. તેમણે અગાઉ ઓછા કપડાં પહેરતી મહિલાઓને શૂર્પણખા પણ કહી છે. જેના કારણે ભારે વિવાદ પણ થયો હતો.
મધ્યપ્રદેશના શહેરી વહીવટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે “જા તમે ટૂંકું ભાષણ આપો છો, તો તેઓ કહે છે કે તમે ખૂબ જ સુંદર ભાષણ આપ્યું છે. પશ્ચિમી દેશોમાં એવી માન્યતા છે કે, અહીં શું થાય છે કે જા કોઈ છોકરી સારી રીતે પોશાક પહેરે છે, પોતાને સારી રીતે શણગારે છે, સારા ઘરેણાં પહેરે છે, સારા કપડાં પહેરે છે, તો આપણે તેને સારી – ખૂબ જ સુંદર માનીએ છીએ. પરંતુ વિદેશમાં, જા કોઈ છોકરી ઓછા કપડાં પહેરે છે, તો તેને સુંદર માનવામાં આવે છે, આ તેમની વિચારસરણી છે. એક કહેવત છે કે જેમ ઓછા કપડાં પહેરતી છોકરી ખૂબ જ સુંદર હોય છે, તેવી જ રીતે ઓછું બોલતા નેતા પણ સારા લાગતા હોય છે. પરંતુ હું આમાં માનતો નથી. હું માનું છું કે સ્ત્રી દેવીનું સ્વરૂપ છે. તેણે ખૂબ સારા કપડાં પહેરવા જાઈએ. મને એવી છોકરીઓ પસંદ નથી જે ઓછા કપડાં પહેરે છે. ઘણી વખત જ્યારે છોકરીઓ સેલ્ફી લેવા આવે છે, ત્યારે હું તેમને કહું છું, દીકરા – સારા કપડાં પહેરીને આવો, પછી આપણે ફોટા પાડીશું.
કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય આ પહેલા પણ મહિલાઓના ટૂંકા કપડાં વિશે વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્્યા છે. લગભગ બે વર્ષ પહેલા, ઇન્દોરમાં હનુમાન જયંતીના એક કાર્યક્રમમાં, તેમણે કહ્યું કે હું હનુમાન જયંતિ પર જૂઠું નહીં બોલું. છોકરીઓ પણ એટલી ગંદી નથી હોતી કે તેઓ એવા કપડાં પહેરીને બહાર જાય છે કે આપણે સ્ત્રીઓને દેવી કહીએ છીએ. તેમનામાં દેવીનું સ્વરૂપ દેખાતું નથી. તેઓ બિલકુલ શૂર્પણખા જેવી દેખાય છે. ભગવાને તેમને સુંદર શરીર આપ્યું છે. સારા કપડાં પહેરો મિત્ર. તમારા બાળકોમાં સારા સંસ્કારો કેળવો.