ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ લગભગ સમાપ્ત થવા જઈ રહ્યો છે. હવે ફક્ત ફાઇનલ મેચ બાકી છે, જે ૮ માર્ચે રમાશે. આ વર્ષના ટી ૨૦ વર્લ્ડ કપમાં અત્યાર સુધી કોણે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે.ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં અત્યાર સુધી સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન ન્યુઝીલેન્ડનો ફિન એલન છે. તેણે સાત મેચ રમી છે, જેમાં ૨૮૯ રન બનાવ્યા છે અને ૨૦ છગ્ગા ફટકાર્યા છે. ફિન એલન ફાઇનલમાં પણ તેની ટીમ માટે રમશે.
ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં અત્યાર સુધી સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન ન્યુઝીલેન્ડનો ફિન એલન છે. તેણે સાત મેચ રમી છે, જેમાં ૨૮૯ રન બનાવ્યા છે અને ૨૦ છગ્ગા ફટકાર્યા છે. ફિન એલન ફાઇનલમાં પણ તેની ટીમ માટે રમશે. ભારતીય બોલરો તેને કેવી રીતે આઉટ કરે છે તે જાવું રસપ્રદ રહેશે.
વેસ્ટ ઈન્ડીઝના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક શિમરોન હેટમાયર, ટી૨૦ વર્લ્ડ કપમાં સાત મેચ રમ્યા છે, જેમાં તેમણે ૧૯ છગ્ગા ફટકાર્યા છે. હેટમાયરના નામે ૨૪૮ રન છે. વેસ્ટ ઈન્ડીઝની ટીમ સુપર ૮ સ્ટેજમાં પહોંચી હતી, પરંતુ ભારતે તેમને હરાવીને સેમિફાઇનલમાંથી બહાર ફેંકી દીધા. આનો અર્થ એ છે કે શિમરોન હેટમાયરનો વર્લ્ડ કપ સમાપ્ત થઈ ગયો છે.
પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાનની વાત કરીએ તો, તેણે ટી ૨૦ વર્લ્ડ કપમાં છ મેચ રમી છે અને ૧૮ છગ્ગા ફટકાર્યા છે. સાહિબઝાદાએ ૩૮૩ રન બનાવ્યા છે, જે આ વર્ષની ટુર્નામેન્ટમાં સૌથી વધુ છે. તેની ટીમ, પાકિસ્તાન, પણ સેમિફાઇનલ પહેલા બહાર થઈ ગઈ હતી, એટલે કે ફરહાનનો વર્લ્ડ કપ પણ સમાપ્ત થઈ ગયો છે.
ભારતનો સંજુ સેમસન આ યાદીમાં ચોથા નંબરે આવે છે. સંજુ સેમસન આ વર્ષના ટી ૨૦ વર્લ્ડ કપમાં માત્ર ચાર મેચ રમ્યો હતો અને આ સમયગાળા દરમિયાન ૧૬ છગ્ગા ફટકાર્યા હતા. તેણે કુલ ૨૩૨ રન બનાવ્યા છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની મહત્વપૂર્ણ મેચમાં અણનમ ૯૭ રન બનાવ્યા હતા. તેણે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે પણ ૮૯ રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાના રાયન રિકેલ્ટને ટી ૨૦ વર્લ્ડ કપમાં આઠ મેચ રમી છે, જેમાં ૧૫ ચોગ્ગા ફટકાર્યા છે. રિકેલ્ટને ટુર્નામેન્ટમાં ૨૨૮ રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી પરંતુ ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી.
ભારતના શિવમ દુબેએ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં અત્યાર સુધી આઠ મેચ રમી છે, જેમાં ૧૫ છગ્ગા ફટકાર્યા છે. તેના નામે ૨૦૯ રન છે. દુબે ઘણીવાર નીચે ક્રમે બેટિંગ કરે છે, તેથી તેને રમવાની પૂરતી તકો મળતી નથી, પરંતુ જ્યારે પણ તેનો વારો આવે છે, ત્યારે તે કામ પૂરું કરી નાખે છે.
શ્રીલંકન ક્રિકેટ ટીમના કેપ્ટન દાસુન શનાકાએ ્૨૦ વર્લ્ડ કપમાં સાત મેચ રમી છે, જેમાં ૧૫ છગ્ગા ફટકાર્યા છે. તેણે ૧૬૫ રન બનાવ્યા છે. શ્રીલંકાની ટીમ પણ પ્રથમ રાઉન્ડ પછી આ આઇસીસી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.














































