હિન્દુસ્તાનમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ઘણા રસ્તાઓ પૈકી હિંદુ આસ્થાને ઠોકર મારીને રાતોરાત પ્રસિદ્ધ થઇ જવાનો તરીકો સૌથી વધુ પ્રચલિત છે. એમાં પણ જો તમે જાણીતો ચહેરો હોવ, કે કોઈ પદ પ્રતિષ્ઠિત હોવ તો હિંદુ ધર્મને ગાળો બકવાથી એમાં ચાર ચાંદ લાગી જાય છે. જો તમે અન્ય ધર્મ પાળો છો તો હિંદુ ધર્મને ગાળો આપવાનો અધિકાર તમને આપોઆપ મળી જાય છે. તમે સનાતનને ડેન્ગ્યુ સાથે સરખાવી શકો છો, તમે ભગવાનને ઉદ્દેશીને ભદ્દી કોમેન્ટ કરી શકો છે. સ્વ. ચંદ્રકાંત બક્ષી કહેતા એમ, અહી હિન્દુસ્તાનમાં ચાર પત્ની ધરાવતો મુસ્લિમ જજ બીજી પત્ની કરવા બદલ કોઈ હિન્દુને સજા ઠોકી શકે છે. એમ, બીજા ધર્મ પાળતો જજ હિંદુ ધર્મને હલકો બતાવી શકે છે. હિંદુ સિવાય અન્ય ધર્મ વિશે આવી કોઈ હલકી ટીપ્પણી કરતા આ લોકો ફાટી પડે છે. મિ. લોર્ડના ઘેરથી નોટો ભરેલી બોરીઓ સળગેલી હાલતમાં મળી આવે તો પણ તે સસ્પેન્ડ નથી થઇ શકતા અને સો રૂપિયાની લાંચના આરોપ બદલ એક વ્યક્તિને ઓગણચાલીસ વર્ષ જેલમાં સડાવી નાખી શકાય છે. આતંકવાદીઓ માટે મધ્યરાત્રીએ ખુલતી કોર્ટો સામે લાખો કેસ પેન્ડીંગ છે એ અલગ બાબત છે. સામાન્ય માણસને હિંદુ ધર્મને ગાળો બોલવા બદલ કશું નથી થઇ શકતું તો દેશની ન્યાયપાલિકાના સર્વોચ્ચ પદ પર બેઠા પછી કંઈપણ બોલો, શું થઇ જવાનું છે ? હિરણ્યકશિપુ અને મુગલ આક્રાન્તા પણ કહેતા કે જા કહે તારા ભગવાનને તને અને તારા મંદિરને બચાવવા તને મદદ કરે.
એ ભારત જેવી લોકશાહીમાં વારે વારે ચર્ચાતો મુદ્દો છે કે ધર્મ રાજકારણથી અલગ હોવો જોઈએ. જાડા ચશ્માં અને પાતળી બુદ્ધિ ધરાવતા સગવડિયા સેક્યુલરોને સમયે સમયે આ સનક ઉપડે છે. આઝાદીના સાડા છ સાત દાયકા પછી હિંદુ મત એકજૂટ થયો એ આ સ્યુડો સેક્યુલરોના પેટમાં દુઃખે છે. જે જવાબ આજ સુધી નહોતો મળ્યો એ જવાબ હવે જે માંગો એ સાઈઝમાં ઉપલબ્ધ છે. ભારતમાં ઘણા શંકરાચાર્ય પણ ઉપલબ્ધ છે જે રોજબરોજ રાજકીય ટીપ્પણીઓ કરવા માઈક સામે મોઢું ફાડીને ઉભા રહે છે, પણ મિ. લોર્ડના નિવેદન બદલ મોઢામાં દહીં જામી જાય છે.
પેઢીઓ બદલાય છે અને તેની માન્યતાઓ, માંગણીઓ, પ્રતિશોધ બદલાય છે. વર્ષોથી દબાયેલ પડી રહેલ ઇતિહાસનો અસ્તિત્વબોધ જાગ્રત થાય છે અને તમારા ઈતિહાસ પુરુષ પોતાનું વજૂદ પરત માંગે છે. કોઈ મુદ્દે જયારે એક આખી પ્રજાની સામાજિક અને રાજકીય ચેતના જાગ્રત થઇ જાય ત્યારે ક્રાંતિ કે ઇતિહાસનો મોટો ફેરબદલ અસ્તિત્વમાં આવે છે. બહુમત પ્રજાનો એકમત રાજનીતિને અન્યથા વિચારવા મજબૂર કરી શકે છે. આઝાદી બાદના તુરંતના સમયમાં વિચારી પણ નહોતું શકાતું કે રામમંદિર નિર્માણનો મુદ્દો રાજકીય હોઈ શકે છે અને દિલ્હીની ગાદીનો રસ્તો બની શકે છે, ત્યાં સુધી તો એ મુદ્દો ધાર્મિક જ હતો. રાજનેતાઓ દ્વારા ફેલાવવામાં આવેલા ભ્રામક ખ્યાલો, ભ્રમ અને ડરના અંધારાઓ નીચે હિંદુ આસ્થા ડરેલી દબાયેલી રહી. હિંદુ રાજકીય ઉત્થાને ધીમે ધીમે આ અંધારાઓ ઉલેચવાનું કામ શરુ કર્યું. અજવાસ આજે મિ લોર્ડને પ્રતિકાર કરવા સુધી પહોચ્યો છે. જવાબ પહોચાડવા માટે હવે ઉંચાઈ સાથે નિસબત નથી.
ઔરંગઝેબ જેવા કટ્ટર ધર્માંધ શાસકે પણ જીવનના અંતિમે કબુલ્યું હતું કે તમારે માટે તમારો ધર્મ છે અને મારે માટે મારો ધર્મ છે, કોઈના પણ ધર્મ સાથે આપણે શુ સંબંધ ? ઇસાને ઇસાનો અને મુસાને મુસાનો ધર્મ છે…, પણ આ રાંડ્‌યા પછીનું ડહાપણ હતું એણે ઈસ્લામને કેન્દ્રમાં રાખીને લીધેલા એકતરફી નિર્ણયોથી હિંદુ અને અન્ય ગૈરમુસ્લિમ પ્રજા વિફરી ચૂકી હતી અને મુઘલોનો અંત ચોક્કસ થઇ ચુક્યો હતો. ગુરુ ગોવિંદસિંહે ઔરંગઝેબને પત્ર લખીને ચેતવ્યો હતો, કે જો તમે તમારા ધર્મ વિષે કટ્ટર છો તો બીજાઓ પણ પોતાના ધર્મો વિષે એવા જ વિચારો ધરાવી શકે છે. તમે બીજાઓ પર હિંસા કરી છે તો ઈશ્વર પણ તમારા પર હિંસા કરશે. બાવળનું બીજ વાવ્યેથી કેરી નથી મળતી, જે વાવીએ એ જ લણવું પડે છે. આ પત્ર ઝફરનામા તરીકે ઓળખાયો હતો. આખી પ્રજાઓ, હિંદુ, શીખ, જાટો, મરાઠાઓ મુઘલ સલ્તનત સામે લડી અને ઔરંગઝેબના અવસાન બાદ એક જ વર્ષમાં મુઘલ સલ્તનતનું પતન થઇ ગયું. છસ્સો વર્ષના મુઘલકાળના હિંદુ અસ્તિત્વ અને અપમાનબોધે એનો બદલો લઇ લીધો. બહુમત હિંદુ પ્રજાએ નાના-નાના રાજ્યોમાં પણ પોતાનું ધર્મરાજ્ય સ્થાપી દીધું.
વ્યક્તિના જીવનના ધ્યેયો સ્પષ્ટ રાખવા ધર્મની જરૂર છે અને ધર્મ, વિજ્ઞાન અને કળા કરતા ખુબ પ્રાચીન છે. ધર્મ એ ગળથૂથી છે. નવજાત હિંદુ બાળકના કાનમાં સૌ પ્રથમ ઈષ્ટદેવનું નામ બોલવામાં આવે છે અને મૃત્યુ પામેલ નશ્વર શરીરને વિદાય આપતી વેળાએ પણ ઈષ્ટદેવનું નામ પોકારવામાં આવે છે. હિંદુ જીવનમાં ધર્મ પહેલાથી આખરી શ્વાસ સુધી ફેલાયેલો હોય છે. ધર્મ જમીનથી મજલા બે મજલા નીચે દાટી શકાતો નથી. અને જો દાટવામાં આવ્યો હોય તો પણ, એક સમય, એક પેઢી આવે છે જે પોતાનો ઈતિહાસ, ધર્મ ખોદી લે છે.
ક્વિક નોટ – હિંદુ વહી હૈ, જો ઇસ ભૂમિ કો કેવલ અપની પિત્રુભૂમિ હી નહિ માનતા, ઇસે વહ અપની પુણ્યભૂમિ ભી માનતા હૈ. હિંદુત્વ કે પ્રથમ દો પ્રમુખ લક્ષણ હૈ, – રાષ્ટ્ર તથા જાતિ. પિત્રુભૂમિ શબ્દ સે સ્પષ્ટ દિખાઈ દેતા હૈ તથા હિંદુત્વ કા તીસરા લક્ષણ હૈ, – સંસ્કૃતિ. ઉસકા બોધ પુણ્યભૂમિ સે હોતા હૈ. ક્યોંકી સંસ્કૃતિ મેં હી ધાર્મિક આચાર, રીત-રિવાજ તથા સંસ્કાર આદિ કા અંતર્ભાવ હોતા હૈ. ઇસી કારણ યહ ભૂમિ હમ લોગો કી પુણ્યભૂમિ હૈ. – વીર સાવરકર
production@infiniumpharmachem.com