સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામના ખેડૂતો અને ગ્રામજનોએ જયાં સુધી સંપૂર્ણ દેવામાફી ન થાય ત્યાં સુધી સામૂહિક રીતે આવનારી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની શપથ લીધા છે, ખેડૂતોએ કમોસમી વરસાદથી નુકસાનમાં સરકારના રાહત પેકેજને ‘લોલીપોપ’ ગણાવ્યું છે. ગામલોકોએ રાજકીય નેતાઓના પાર્ટીના ખેસ પહેરીને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, જે કોઈ ખેડૂતહિતની વાત કરશે, તેને ખભે બેસાડીને ફેરવવાની જાહેરાત કરી છે. જ્યાં સુધી દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં થાય, ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે તેમ રોષ સાથે ખેડૂતોએ જણાવ્યું હતું.





































