ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એવું નિવેદન આપ્યું છે, જેને લઈને વિવાદ થઈ શકે છે. શંકરસિંહ વાઘેલાએ જૈન સમાજ અંગે નિવેદન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે જૈન સમુદાય અહિંસાવાદી નહીં હિંસાવાદી છે. આ સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટી પર પણ પ્રહાર કર્યો હતો.શંકરસિંહ વાઘેલાએ જૈન સમુદાય અંગે કહ્યુ કે તે અહિંસાવાદી નહીં હિંસાવાદી છે. તો ભારતીય જનતા પાર્ટી અંગે ટિપ્પણી કરતા કહ્યું કે ભાજપ ગાય કાપવાની ફેક્ટરી પાસેથી ફંડ મેળવે છે. ગાયોના કતલ કરવાની ફેક્ટરી હિંદુઓની છે.શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે હિંસા કરાવવાવાળા ગાય કાપનારા પાસેથી ફંડ મેળવે છે. ગૌમાંસની ફેક્ટરીના માલિકો પાસેથી ભારતીય જનતા પાર્ટી ફંડ મેળવે છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરો પ્રહાર કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ભીખારી પાર્ટી હતી. લોકો પાસેથી ૧૦૦ રૂપિયાની ભીખ માંગી પાર્ટી ચાલતી હતી.








































