દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટીંગ કંપનીઓના પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં આજથી વધારો થયો છે.બીપીસીએલ સ્પીડ એચપીસીએલ પાવર અને આઇઓલીએલના એકસપી૯૫ના ભાવમાં ૨.૦૯ રૂપિયાથી ૨.૩૫ રૂપિયા સુધીનો વધારો થયો છએ. જાકે, સાદા પેટ્રોલના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી. મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે તેલ અને ગેસની સપ્લાય પર સંકટ વધી ગયું છે. આખરે જેનો ડર હતો એ સાચું ઠર્યું છે પેટ્રોલના ભાવમાં ૨ રૂપિયાનો વધારો થયો છે.
પ્રીમિયમ પેટ્રોલ એક ઉચ્ચ ગુણવત્તાવાળું પેટ્રોલ છે. જેમાં સામાન્ય પેટ્રોલની તુલનામાં ઓકટેન નંબર ૯૧થી ૯૫ પ્લસ હોય છે. જેમાં વિશેષ કરીને એડિટિવ્સ અને ડિટરજન્ટ હોવાથી ગાડીના એન્જિનની સફાઈ કરે છે. અને અવાજ ઓછો કરે છે. આ ઉચ્ચ ગુણવત્તાવાળું પેટ્રોલ હોવાથી સ્પોર્ટ્‌સ બાઈક અને કારમાં પિકઅપ અને માઈલેજ માટે અતિ ઉપયોગી હોય છે . જાકે, એ સાદા પેટ્રોલ કરતાં થોડું મોઘું હોય છે.
દરરોજ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. ઈંધણના દર સવારે ૬ વાગ્યે બહાર પાડવામાં આવે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ઈંધણના દર ક્રૂડ ઓઈલના આધારે નક્કી કરવામાં આવે છે
ભારતમાં સ્પીડ/પાવર પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ૨.૦૯ રૂપિયાનો પ્રતિ લીટર વધારો ઝીંકાયો છે. આથી હવે જે પેટ્રોલ પહેલા ૧૧૧.૬૮ રૂપિયાના ભાવે મળતું હતું તેના માટે હવે તમારે પ્રતિ લીટર ૧૧૩.૭૭ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ ભાવવધારો ૨૦ માર્ચથી લાગૂ થઈ ગયો છે.
અમદાવાદ (ગુજરાત) માં આજે પેટ્રોલનો ભાવ રૂ. ૯૪.૪૯ પ્રતિ લિટર છે. ગઈકાલ, ૧૯ માર્ચ ૨૦૨૬ થી અમદાવાદમાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ભાવ યથાવત છે. તમે આજે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પેટ્રોલના ભાવ અને પાછલા દિવસની સરખામણીમાં ભાવમાં ફેરફાર પણ ચકાસી શકો છો. પેટ્રોલના ભાવમાં ગુજરાત રાજ્યના કરનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતના શહેરોમાં આજે શું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૯૪.૪૯ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૦.૧૭ રૂપિયા પ્રતિ લિટર છે.
વડોદરામાં પેટ્રોલનો ભાવ ૯૪.૧૫ રૂપિયા અને ડીઝલનો ભાવ ૮૯.૮૨ રૂપિયા પ્રતિ લિટર છે.
સુરતમાં પેટ્રોલનો ભાવ ૯૪.૩૭ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૦.૦૬ રૂપિયા પ્રતિ લિટર છે.
ભાવનગરમાં પેટ્રોલનો ભાવ ૯૬.૧૦ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૧.૭૮ રૂપિયા પ્રતિ લિટર છે.
રાજકોટમાં પેટ્રોલનો ભાવ ૯૪.૨૭ રૂપિયા અને ડીઝલનો ભાવ ૮૯.૯૬ રૂપિયા પ્રતિ લિટર છે.
ગાંધીનગરમાં પેટ્રોલનો ભાવ ૯૪.૭૦ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૦.૩૮ રૂપિયા પ્રતિ લિટર છે.