બિહાર વિધાનસભા ચૂંણી પહેલા, મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. ઝારખંડ મુક્તિ મોરચાએ આ વખતે બિહારમાં સક્રિય દાવો રજૂ કર્યો છે અને ૧૨ બેઠકો પર ચૂંટણી લડવાની માંગ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી હેમંત સોરેન તાજેતરમાં બિહાર મુલાકાત દરમિયાન આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવ અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ૧૨ બેઠકો પર જેએમએમની તૈયારી અને દાવાનો પ્રસ્તાવ મુક્યો હતો.જેએમએમએ જે વિધાનસભા બેઠકો પર દાવો કર્યો છે તેમાં કટોરિયા, ચકાઈ, ઠાકુરગંજ, કોચધામન, રાણીગંજ, બનમાંખી, ધમદહા, રૂપૌલી, પ્રાણપુર, છતપુર, સોનવર્ષા, ઝાઝા, રામનગર, જમાલપુર, તારાપુર અને મણિહારીનો સમાવેશ થાય છે.જેએમએમના બિહાર એકમે અગાઉ ૧૬ બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ હવે એવી શક્યતા છે કે પાર્ટી ઓછામાં ઓછી ૧૨ બેઠકો પર ચૂંટણી લડશે. જેએમએમના કેન્દ્રીય પ્રવક્તા અને કેન્દ્રીય સમિતિના સભ્ય મનોજ પાંડેએ જણાવ્યું હતું કે મહાગઠબંધનમાં જેએમએમનો હિસ્સો નક્કી થઈ ગયો છે અને પાર્ટીને તેની રાજકીય ક્ષમતા અને સન્માન અનુસાર બેઠકો મળશે. તેમણે કહ્યું કે ૧૨ બેઠકોની યાદી રજૂ કરવામાં આવી છે, જેમાંથી ૮ બેઠકો પર જેએમએમનો મજબૂત સમર્થન આધાર છે.જાકે, રાજકીય વિશ્લેષકો માને છે કે મહાગઠબંધનમાં પહેલાથી જ હાજર આરજેડી અને કોંગ્રેસ જેવા મજબૂત ઘટકો તેમની બેઠકોનો હિસ્સો ઘટાડશે નહીં. આવી સ્થિતિમાં, જેએમએમ માટે એક કે બેથી વધુ બેઠકો મેળવવી મુશ્કેલ માનવામાં આવે છે. છેલ્લી ચૂંટણીમાં,  જેએમએમને ગઠબંધનમાં એક પણ બેઠક આપવામાં આવી ન હતી. કારણ એ આપવામાં આવ્યું હતું કે જેએમએમ પાસે બિહારમાં મજબૂત સંગઠન અને મત બેંક નથી.