૧૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ ગુજરાત હાલમાં હાઇ એલર્ટ પર છે. સમગ્ર પોલીસ દળ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. દરમિયાન, આજે જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) એ માંગરોળ ના બે શંકાસ્પદ કાશ્મીરી ઓની પૂછપરછ કરી. તેમને વધુ પૂછપરછ માટે જૂનાગઢ એસઓજીર્જીંય્ લાવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બે કાશ્મીરીઓ માંગરોળ શહેર અને તેની આસપાસના મદરેસાઓમાંથી દાન એકત્રિત કરી રહ્યા હતા. વધુમાં, પોલીસે ઉના તાલુકાના નવબંદરમાં ત્રણ કાશ્મીરીઓની પૂછપરછ કરી છે.પોલીસે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવબંદરમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી. પોલીસને માહિતી મળી હતી કે આ કાશ્મીરી પુરુષો એક મસ્જીદદમાં રોકાયા છે, જેના પગલે તેઓએ કાર્યવાહી કરી. જાકે, પૂછપરછ દરમિયાન તેમની પાસેથી કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણેય માણસો ભીખ માંગી રહ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ તેમની સઘન પૂછપરછ કરી. નવબંદર મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇએ સમગ્ર ઘટના નોંધી છે. સંપર્ક કરવામાં આવતા જબાલિયાએ જણાવ્યું હતું કે હાલમાં પૂછપરછ કરાયેલા ત્રણ કાશ્મીરી પુરુષોમાંથી કોઈ શંકાસ્પદ જણાતું નથી. જાકે, પોલીસ આ મામલે સંપૂર્ણ તપાસ કરી રહી છે.દીવ પોલીસે ગીર સોમનાથ પોલીસને આ શંકાસ્પદ પુરુષો વિશે જાણ કરી હતી, જેના પગલે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જાવા મળી નથી.૧૧ નવેમ્બરના રોજ, સ્પેશિયલ ઓપરેશન  ગ્રુપની ટીમે ભુજની જનતા ઘર હોટેલમાંથી એક કાશ્મીરી પરિવારને પૂછપરછ માટે લઈ ગઈ હતી. રજિસ્ટર જાળવવામાં બેદરકારી, સૂચનાનું ઉલ્લંઘન અને અન્ય આરોપો બદલ હોટેલ મેનેજર સામે કેસ નોંધવામાં આવ્યો છે.એસઓજી ર્જીંય્ પાસેથી મળેલી માહિતી અનુસાર, તપાસ દરમિયાન, ભુજની જનતા ઘર હોટલમાં એક કાશ્મીરી પરિવાર મળી આવ્યો હતો અને પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. પરિવારમાં એક દંપતી, પતિનો પિતરાઈ ભાઈ અને ત્રણ બાળકો છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાશ્મીરમાં ભારે હિમવર્ષા થાય છે ત્યારે શિયાળામાં આ પરિવાર ભીખ માંગવા માટે બહાર જતો હતો. આ પરિવાર ૧ નવેમ્બરથી ભુજની જનતા ઘર હોટલમાં રોકાયો હતો. જાણવા મળ્યું છે કે તેઓ દિવસ દરમિયાન ભુજના લઘુમતી વિસ્તારોમાં ભીખ માંગતા હતા અને રાત્રે સૂવા માટે હોટેલમાં પાછા ફરતા હતા.