જૂનાગઢમાં ફરી એક વખત બાળકોની અસુરક્ષિતતાનો મુદ્દો સામે આવ્યો છે. પાજાદ અને હસનાપુર વિસ્તારમાં વાડીમાં રમતા રમતા બે નિર્દોષ બાળકો પાણીના ખુલ્લા ટાંકીમાં પડી જતાં તેમનું ડૂબીને મોત નીપજ્યું છે. આ ઘટનાએ સ્થાનિકોમાં શોકની લહેર જગાવી છે અને વાલીઓને બાળકોની સુરક્ષા વિશે ચેતવણી આપી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, બંને બાળકો વાડીમાં રમી રહ્યાં હતાં ત્યારે અચાનક પાણીના કુંડામાં પડી ગયાં.આસપાસના લોકોએ તરત જ દોડી આવીને બાળકોને બહાર કાઢ્યા, પરંતુ તે સમયે તેમની હાલત ગંભીર હતી.આંતરરાષ્ટ્રીય સમાચાર સેવા
લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ તરફ લઈ જવાની કોશિશ કરી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ બંને બાળકોનું મોત થઈ ગયું.સ્થાનિક વહીવટીતંત્રે આ બાબતે તપાસ શરૂ કરી છે. બાળકોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
આ પહેલા અન્ય બાળકો ડૂબવાનો બનાવ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે બન્યો હતો. જેમાં નેત્રાવતી નદીમાં નહાવા પડેલા ત્રણ બાળકો ડૂબવા લાગ્યા હતા. ત્યારે આ અંગે માછીમારોને જાણ થતાં તેમને નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. માછીમારો અને તરવૈયાની સમયસૂચકતાને લીધે બાળકોનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.










































