જૂનાગઢ શહેરની સુરક્ષાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની જિલ્લા અને સત્ર કોર્ટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસમાં દોડધામ મચી ગઈ છે. કોર્ટના સત્તાવાર ઈમેલ એડ્રેસ પર એક ઈમેલ મળ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે બપોરે ૨ઃ૧૦ વાગ્યે કોર્ટમાં ત્રણ બોમ્બ ફૂટશે. ઈમેલ મળતાં જ કોર્ટના અધિકારીઓએ તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરી હતી, જેના કારણે વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
કોર્ટ પરિસરમાં ભયનું વાતાવરણ છે. ધમકીભર્યા મેઇલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, જૂનાગઢ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ. સાવચેતીના પગલા તરીકે, પોલીસે સમગ્ર કોર્ટ બિલ્ડીંગને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી. વકીલો, અસીલો અને કોર્ટ સ્ટાફને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી. કોર્ટ અચાનક ખાલી કરાવવાથી લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો. પોલીસે કોર્ટના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તાઓ સીલ કરી દીધા હતા અને સુરક્ષા ઘેરો ગોઠવી દીધો હતો.
ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે દરેક રૂમ, લોબી, પા‹કગ એરિયા અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. જા કોઈ શંકાસ્પદ વસ્તુ કે પાર્સલ મળી આવે તો તેને તાત્કાલિક ડિફ્યુઝ કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે કોર્ટની બહાર ફાયર ફાઇટર્સની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાગરિકોની સલામતી અમારી પ્રાથમિકતા છે અને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાનો સંપર્ક કરવામાં આવતા તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે કોર્ટના સત્તાવાર ઈમેલ એડ્રેસ પર એક ઈમેલ મળ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે બપોરે ૨ઃ૧૦ વાગ્યે કોર્ટમાં ત્રણ બોમ્બ ફૂટશે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે, અને કોર્ટ પરિસરમાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કોર્ટમાં હાજર તમામ હાજર લોકો અને કોર્ટ સ્ટાફને ખાલી કરાવવામાં આવ્યા છે.
દરમિયાન, જૂનાગઢ સાયબર ક્રાઇમ ટીમ આ ધમકીભર્યા ઇમેઇલ મોકલનાર વ્યÂક્તના સ્થાન અને ઓળખની તપાસ કરી રહી છે. ઇમેઇલના આઇપી સરનામાંને ઓળખવા માટે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ નજરમાં, તે મજાક અથવા ન્યાયિક પ્રક્રિયાને વિક્ષેપિત કરવાનો પ્રયાસ લાગે છે, પરંતુ પોલીસ કોઈ જાખમ લઈ રહી નથી. અગાઉ, દેશભરના ઘણા શહેરોમાં કોર્ટ અને શાળાઓને આવા કપટી ઇમેઇલ મળ્યા છે, જ્યારે જૂનાગઢ પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.







































