જૂનાગઢમાં દિવાળીની રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. મધુરમ ચોકડી નજીક અમૂલ કામ્પ્લેક્સ પાસે ઘટના બની હતી. ફટાકડા ફોડવા બાબતે બબાલ થતાં ખૂની ખેલ ખેલાયો હતો. ફટાકડા ઘા કરવાની ના કહેતા મારામારી થઈ હતી. જે બાદ મહિલા સહિત ૫ શખ્સોએ ત્રણ યુવક પર હુમલો કર્યો હતો. જેમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે બે ઇજાગ્રસ્ત થયા છે. ૨૮ વર્ષીય દિવ્યાંગ વિનોદભાઈ ચુડાસમાની હત્યા થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં માત્ર ૧૫ જ કલાકમાં ચાર-ચાર વ્યક્તિઓની હત્યાથી હાહાકાર મચી ગયો હોવાનું સામે આવ્યું છે. જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હોય તે પ્રકારે ઘટનાઓ એક બાદ એક સામે આવી હતી. રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સીએલએફ ક્વાર્ટર માં ૩૦ વર્ષીય યુવાન કમલ મૂળિયાની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જ્યારે આંબેડકરનગર વિસ્તારમાં ત્રિપલ મર્ડરની ઘટના બનતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. રવિવારે મોડી રાત્રે આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણ થઈ હતી. જ્યાં વાહન અડી જવા બાબતે સામાન્ય બોલાચાલીમાં ખુની ખેલ ખેલાયો હતો. જૂથ અથડામણમાં બે સગા ભાઈઓનાં મોત નીપજ્યા છે. જ્યારે સામા પક્ષે એક વ્યક્તિની હત્યા કરાઈ છે.શહેર મહિજડા ગામમાં રહેતા વૃદ્ધા કચરાની લાકડીઓ અને બોટલો વિણવા માટે ઘરેથી નીકળી ગયા હતા. સાંજ સુધી ઘરે પરત ન આવતા, તેમના પરિવારજનોએ ચિંતા સાથે શોધખોળ શરૂ કરી. ત્રણ દિવસ પછી, ગામની સીમના ખેતર પાસેની કુંડીની પાળી પર લાકડાંની નીચે વૃદ્ધાની લાશ મળી હતી. અસલાલી પોલીસે તપાસ કરતા વૃદ્ધાના દાગીનાની લૂંટ થઈ હોવાનું જાણવા મળ્યું અને લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં અનૈતિક સંબંધમાં એક યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. માહિતી મુજબ, અમરાઈવાડીના આદર્શ એપાર્ટમેન્ટમાં રહેનાર વિનોદ મલ્હા નામના વ્યક્તિએ પોતાની પત્નીના પ્રેમી ગોપાલ રાઠોડની છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. આ ઘટના સામે આવતા જ, પોલીસ દ્વારા આરોપી વિનોદ મલ્હાની ધરપકડ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.










































