દિવાળીનો તહેવાર નજીક આવતા જ ફટાકડા બજાર ગરમી પકડી રહ્યું છે. દરમિયાન જુનાગઢમાં ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી હતી.જેમાં જુનાગઢ એસઓજીએ ફટાકડાંના વિક્રેતાને પકડ્યો હતો.પોલીસે તપાસ કરતા ગોડાઉનમાંથી ૧ લાખ ઉપરાંતનો જથ્થો મળી આવ્યો હતો.તપાસમાં આ વિક્રેતા પરવાના વગર ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે.તે સિવાય ગોડાઉનમાં કોઈ જાતના સેફ્ટીના સાધનો પણ ન હતા.જેમાં માનવ જિંદગી જોખમાય તે રીતે ફટાકડા રાખવામાં આવ્યા હતા.આ કેસમાં બાકીર ભગત નામના શખ્સની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.