અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલા જુગાર અને સટ્ટાબાજીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ મુખ્ય આરોપી જિતેન્દ્ર તેજાભાઈ હીરાગર ના ૧૦૦૦ થી વધુ બેંક ખાતાઓની તપાસ કરી અને આ ખાતાઓમાંથી ૩૦૦ થી વધુ ખાતાઓમાંથી કરોડો રૂપિયા જપ્ત કર્યા. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ બનાવટીદસ્તાવેજાનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોના નામે બેંક ખાતા ખોલ્યા હતા અને આ ખાતાઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા કમાયેલા પૈસાને લોન્ડર કર્યા હતા.ઈડી અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી જિતેન્દ્ર હીરાગર અને તેના સહયોગીઓએ ઓનલાઈન જુગાર, ક્રિકેટ સટ્ટાબાજી, મટકા અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા અબજા રૂપિયા કમાયા હતા.આ પૈસાને કાયદેસર બનાવવા માટે, તેણે નકલી પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર અને અન્ય દસ્તાવેજાનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોના નામે બેંક ખાતા ખોલ્યા હતા. ૧૦૦૦ થી વધુ બેંક ખાતાઓની તપાસ કરવામાં આવી હતી, અને ૩૦૦ થી વધુ ખાતાઓમાંથી કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, જિતેન્દ્ર હીરાગરનું નેટવર્ક અમદાવાદ, સુરત, રાજકોટ અને ગુજરાતના અન્ય શહેરોમાં ફેલાયેલું હતું. તેના સાથીઓ ગામડાઓમાં જઈને ગરીબ અને અભણ લોકો પાસેથી દસ્તાવેજા એકત્રિત કરતા. આ દસ્તાવેજાનો ઉપયોગ કરીને તેઓ બેંક ખાતા ખોલાવતા અને કરોડો રૂપિયાના વ્યવહારો કરતા. શરૂઆતમાં આ કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધવામાં આવ્યો હતો. ૨૦૨૪ માં, ક્રાઈમ બ્રાન્ચે જીતેન્દ્ર હીરાગર સહિત ૧૨ થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી લેપટોપ, મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને બેંક પાસબુક જપ્ત કરી હતી. આ પુરાવાના આધારે, ઈડીએ પીએમએલએ હેઠળ કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.









































