ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘના દિશાનિર્દેશો અનુસાર અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીની ઉપસ્થિતિમાં જિલ્લા સહકારી સંઘ, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અને ટીમ સહકાર અમરેલીના સંયુક્ત ઉપક્રમે અમર ડેરીના પટાંગણમાં ૭૨મા અખિલ ભારતીય સહકાર સપ્તાહ અંતર્ગત સહકારી ધ્વજવંદન કરી સહકાર સપ્તાહનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે મહેમાન તરીકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા, અમરેલી જિલ્લા મધ્યસ્થ બેન્કના ઉપાધ્યક્ષ અને જિલ્લા સંઘના ડાયરેક્ટર અરુણભાઈ પટેલ, ડાયરેક્ટર ચંદુભાઈ રામાણી, ડાયરેક્ટર રામજીભાઈ કાપડિયા, જિલ્લા સંઘના યુથ ડાયરેક્ટર રાજભાઈ જાની, જગદીશભાઈ નાકરાણી, રવિભાઈ પંડ્યા, જિલ્લા મધ્યસ્થ બેન્કના જનરલ મેનેજર બી.એસ.કોઠીયા, અમર ડેરીના એમ.ડી. આર.એસ. પટેલ, સંઘના એક્ઝીક્યુટીવ ઓફિસર ભાર્ગવભાઈ ત્રિવેદી, સહકારી આગેવાનો અને સહકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા.









































