જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ તાજેતરમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા કેન્દ્રીય બજેટને આવકારીને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યો છે ત્યારે હાલનું બજેટ દેશમાં લાંબાગાળાના સર્વાંગીણ વિકાસનો પાયો નાખનાર સાબિત થશે. આ બજેટમાં નેશનલ હાઈવે, રેલ પ્રોજેકટ ઉપરાંત દરિયાઈ માર્ગ અને તેના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. નાના વેપાર-ધંધા તથા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેમજ વધુ રોજગારીનું સર્જન થાય એ હેતુસર માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. સેમી કંડકટર, કન્ટેન્ટ ક્રિએટ, એનિમેશન, પ્રોડક્શન તેમજ એ. આઈ. ટેકનોલોજી સેક્ટરને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કેન્સર જેવી જીવલેણ બિમારીમાં ઉપયોગી જીવન રક્ષક દવાઓ પરથી ડ્‌યુટી નાબુદ કરી દર્દીઓને રાહત આપી છે. પ્રગતિશીલ ખેડૂતોને માર્કેટ, યુવાનોને શિક્ષણ, શ્રમિકોને રોજગાર સહિત ભાવિ આયોજન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરતું બજેટ છે.