ધારી તાલુકા પેન્શનર સમાજની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા અને બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશ પટણી જેવા અગ્રણી મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પેન્શનર સમાજ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓઢાડી ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પેન્શનર સમાજના પ્રમુખ ભગુભાઈ પટણી, મંત્રી વાસુદેવભાઈ દવે, એમ. બી. મહેતા અને ભીખુભાઈ કાનાણી સહિત પેન્શનર સમાજના બહોળી સંખ્યામાં સદસ્યો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ બેઠકમાં પેન્શનર સમાજના હિત અને કલ્યાણ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.