અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૨૭ વ્યક્તિઓ દેશી દારૂ સાથે ઝડપાયા હતા, જેમાં ૧૦ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લામાં અલગ-અલગ સ્થળેથી ૧૨ શખ્સો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવતા તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.