અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી પોલીસે ૭૦ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. વિકટર ગામે નેસડા વિસ્તારમાંથી છ શખ્સો બાવળની કાંટમાં જુગાર રમતાં રોકડા ૧૨,૨૫૦ સાથે ઝડપાયા હતા. ડુંગર ગામે એસબીઆઈ પાસેથી પાંચ ઈસમો રોકડા ૧૮,૫૪૦ સાથે, ટીંબી ગામેથી ત્રણ ઇસમો લાઇટના અજવાળે જુગાર રમતાં રોકડા ૧૦,૨૦૦ સાથે, વીજપડી ગામે બીડ સીમ વિસ્તારમાંથી ૧૬ ઈસમો રોકડા ૧૩,૩૧૦ સહિત ૬૯,૯૯૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. રાજુલાના મફતપરા વિસ્તારમાંથી પાંચ ઈસમો રોકડા ૧૦,૨૦૦ સાથે, જાફરાબાદમાંથી છ ઈસમો રોકડા ૧૪,૫૯૦ સાથે, ગરમલી (ચરખા) ગામેથી પાંચ ઈસમો રોકડા ૧૦,૩૨૦ સાથે, ચલાલા-ધારી રોડ રેલવે ફાટક પાસે શેરીમાંથી છ ઈસમો રોકડા ૫૦૫૦ સાથે, અમરાપરામાંથી આઠ શખ્સો રોકડા ૧૦,૪૩૦ સાથે, જીવાપર ગામેથી સાત ઈસમો સ્ટ્રીટલાઇટના અજવાળે રોકડા ૧૦,૫૯૦ સાથે ઝડપાયા હતા. વાવડી ગામેથી ચાર ઈસમો સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતાં રોકડા ૧૧,૮૦૦ સાથે ઝડપાયા હતા, જ્યારે ચાર ઇસમો ફરાર થઈ ગયા હતા.