અમરેલી જિલ્લામાંથી પોલીસે ૧૪ લોકોને કેફી પીણું પીને ફરતી હાલતમાં ઝડપી પાડ્‌યા હતા. જેમાં દુધાળા ચેકપોસ્ટ પરથી પાંચ પકડાયા હતા. ગાધકડા ગામે ગોરડકા જવાના જુના રસ્તેથી ૧૫ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. જ્યારે સરકારી પીપળવા ગામેથી ૨ લીટર અને સામાકાંઠા રામાપીર મંદિર પાસેથી ૨ લીટર મળી કુલ ૧૯ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.