અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી નશામાં ચૂર થઈને ફરતાં ૧૫ લોકો ઝડપાયા હતા. લીલીયા, કુતાણા, ફાચરીયા, મોટા આંકડીયા, માચીયાળા, જુની બારપટોળી, ધારાબંદર, બાબરા, ચલાલામાં માણાવાવ ગામ જવાના પાટીયા પાસે, ગોપાલગ્રામથી મળીને ૧૫ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા. બગસરામાંથી ૫ લીટર, ચિતલ ગામેથી ૫ લીટર, ફતેપુર ગામેથી ૫ લીટર, બાબરામાંથી ૫ લીટર તથા જામ બરવાળા ગામેથી ૫ લીટર મળી કુલ ૨૫ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. આ સિવાય ૪ ઈસમો નશામાં વાહન ચલાવતાં મળી આવ્યા હતા.