દાહોદમાંયુવતીનું મોત,વડોદરામાં ત્રણના મોત,અરવલ્લીમાં વીજળી પડતા બેના મોત
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે જાન-માલની ભારે હાનિ સર્જાઇ છે.. હાલ જે વિગતો સામે આવી છે તે મુજબ વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને કારણે રાજયમાં ૧૪ લોકોના મોત થયા છે. આ ૧૪ લોકોમાં કયા જિલ્લાના કેટલા લોકોના મોત થયા છે તેના પર નજર કરીએતો
જે ૧૪ લોકોના મોત થયા છે તેમાંથી ૩ લોકોના મોત વીજળી પડવાથી, ૪ લોકોના મોત ઝાડ પડવાથી, ૧ વ્યકિતનું મોત દિવાલ પડવાથી, ૧નું મકાન તૂટી પડવાથી, ૧નું છત તૂટી પડવાથી, ૨નું કરંટ લાગવાથી અને ૧નું હો‹ડગ્સ પડવાથી મોત થયું છે. સૌથી વધુ ૩ મોત વડોદરામાં થયા છે.
કમોસમી વરસાદને પગલે ૨૬ પશુઓના પણ મોત થયા છે, સૌથી વધુ પશુઓના મોત પંચમહાલ જિલ્લામાં થયા છે.. પંચમહાલ જિલ્લામાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને પગલે ૯ લોકોના મોત થયા છે તો મહેસાણામાં ૭ લોકોના મોત થયા છે.આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થયા છે.. વીજપોલ ધ્વસ્ત થઇ ગયા છે અને હો‹ડગ્સ તૂટવાની ઘટના પણ સામે આવી છે..
દાહોદમાં વિનાશક વાવાઝોડાથી તારાજી સર્જાઈ છે. બીજીતરફ ૨૮ વર્ષીય યુવતી પર ઝાડ પડવાથી તેનું મોત નીપજ્યુ હતું. રૂવાબારી ગામની યુવતી પર ઝાડ પડવાથી મોત થયું હતું. લોકોએ યુવતીને મૃત હાલતમાં બહાર કાઢી. વિનાશક વાવાઝોડાને કારણે માનવ જાત સહીત માલ મિલકતને ભારે નુકશાન થયું છે. ૨૮ વર્ષીય યુવતીનું મોત નીપજતા ગામમાં માતમ છવાયો છે.
જયારે વડોદરા શહેરમાં વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો. જેમાં ત્રણ જણાના મોત નીપજ્યા હતા. જેમાં એલિવેટર પડતા રિક્ષા ચાલક દબાયો હતો. આ બનાવમાં રિક્ષા ચાલક ગિરીશ શશીકાંત ચૌરેનું મોત નીપજ્યુ હતું. અન્ય એક બનાવમાં વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત થયું હતું. આ રાહદારીને વીજ કરંટ લાગતા તે મોતને ભેટ્યો હતો. વડોદરામાં ત્રણ જણાના મોત થયા હતા.
દરમિયાન અરવલ્લી જિલ્લામાં વીજળી પડતા બે જણાના મોત નીપજ્યા છે. ભિલોડાના ધંધાસણમાં વીજળી પડતા આ કરૂણ બનાવ બન્યો હતો. જેમાં પંચાયતની બાજુમાં ઉભેલા બે યુવાનો પર વીજળી પડી હતી. ગાજવીજ સાથે વરસાદના પગલે વીજળી પડવાની ઘટના બની હતી. બંને યુવકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.