અમરેલી ખાતે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આયોજિત જિલ્લાકક્ષા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ-૨૦૨૬માં મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લાના ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ શિક્ષકોએ પોતાના વિવિધ યુનિક ઈનોવેશનને પ્રદર્શિત કર્યા હતા. આ ઈનોવેશનની મદદથી આંગણવાડીથી ઉચ્ચત્તર માધ્યમિક શાળામા લર્નિંગ સરળ બન્યું છે. આ ઈનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષણમાં કંઈક અલગ રીતે અને અલગ પ્રકારે બાળકોને સરળતા થાય અને બાળકો સરળતાથી શીખી શકે તે માટે અને તેમાં મદદ કરતા વિવિધ ઈનોવેશન જેમ કે, વેસ્ટ ટુ બેસ્ટ, વાર્તા વૈભવ, રમતા જોગી, ગાણિતિક રમતો, પસ્તી બન્યું પુસ્તક, પર્યાવરણની જાળવણી, પ્રવૃત્તિથી પ્રગતિ, ઈઝી અંગ્રેજી, શોર્ટકટ મેથ્સ ટ્રીક સહિતના વિવિધ ઈનોવેશન પ્રસ્તુત કરવામાં આવ્યા છે.








































