વિધાનસભા ચૂંટણી પહેલા કેરળમાં રાજકીય તાપમાન વધી રહ્યું છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઇયુએમએલ) ના એક વરિષ્ઠ નેતાએ એક જાહેરાત કરી જેણે સમગ્ર રાજ્યમાં એક નવી ચર્ચા જગાવી દીધી છે. કેરળના મલપ્પુરમ જિલ્લામાં,આઇયુએમએલ નેતા સી.પી. બાવા હાજીએ કહ્યું કે જા થાવનુર વિધાનસભા મતવિસ્તારના યુડીએફ ઉમેદવાર મોટા માર્જિનથી ચૂંટણી જીતે છે, તો તેઓ સ્થાનિક પાર્ટી કાર્યકરોને “અખાતની મફત યાત્રા” પૂરી પાડશે.આઇયુએમએલ વિરોધ પક્ષ કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફનો મુખ્ય સાથી છે. આઇયુએમએલન્ રાજ્ય ઉપાધ્યક્ષ સીપી બાવા હાજીએ મંગળવારે થાવનુરમાં આયોજિત ચૂંટણી સંમેલન દરમિયાન પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતી વખતે આ ઓફર કરી હતી.
ટીવી પર દર્શાવવામાં આવેલા દ્રશ્યો અનુસાર, સીપી બાવા હાજીને પાર્ટીના મંડલમ અને પંચાયત સમિતિના અધિકારીઓને વચન આપતા સાંભળવામાં આવ્યા હતા કે જે લોકો યુડીએફ ઉમેદવાર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વીએસ જાયને મતવિસ્તારમાં સૌથી વધુ માર્જિન પ્રાપ્ત કરવામાં મદદ કરશે તેમને ૧૫ દિવસનો મફત ગલ્ફ ટૂર મળશે. સીપી બાવા હાજીએ કહ્યું કે આ પેકેજમાં મુસાફરી ટિકિટ, રહેઠાણ અને અન્ય મુસાફરી ખર્ચનો સમાવેશ થાય છે. તેમણે પાર્ટી કાર્યકરોને મતવિસ્તારમાં પોતપોતાના બૂથ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને યુડીએફ ઉમેદવાર માટે મહત્તમ મત માર્જિન સુનિશ્ચિત કરવા પણ વિનંતી કરી.
આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા, મલપ્પુરમ જિલ્લા કલેક્ટર વિનય ગોયલે કહ્યું કે આ મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે અને તેઓ વધુ માહિતી એકત્રિત કરી રહ્યા છે. અધિકારીઓએ એવો પણ સંકેત આપ્યો હતો કે આગળની કાર્યવાહીનો નિર્ણય લેતા પહેલા ચૂંટણી નિયમો અનુસાર આ બાબતની તપાસ કરવામાં આવશે. જાકે, યુડીએફના સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરખાસ્ત મતદારો માટે નહીં, પરંતુ પક્ષના કાર્યકરો અને તેની સમિતિઓ માટે હતી, જેથી ઉમેદવાર માટે મત માર્જિન મહત્તમ કરી શકાય. વીએસ જાય ૯ એપ્રિલની ચૂંટણીમાં થાવનુર મતવિસ્તારથી વર્તમાન એલડીએફના સ્વતંત્ર ધારાસભ્ય કેટી જલીલ સામે ચૂંટણી લડી રહ્યા છે.