વી.એન. કથીરિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વી.એન. પટેલ કલ્યાણ વિદ્યાલય, જામ બરવાળા ખાતે શાળાના ટ્રસ્ટીઓ દ્વારા શાળા અને વિદ્યાર્થીઓને ઉપયોગી ભેટો અર્પણ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, શાળાના ટ્રસ્ટી ગોરધનભાઈ રણછોડભાઈ આસોદરીયા દ્વારા શાળાને રૂ.૨,૫૦,૦૦૦ના ખર્ચે ૬ કિલોવોટની સોલાર પેનલ લગાવી આપવામાં આવી છે. ઉપરાંત અન્ય ટ્રસ્ટી નિકેશભાઈ કરશનભાઈ નાકરાણી દ્વારા રૂ.૨,૫૦,૦૦૦ની કિંમતના ફૂલસ્કેપ બુકના ચોપડાઓ શાળાના દરેક વિદ્યાર્થીને એક ડઝન મુજબ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાળાના ટ્રસ્ટીઓ અને ગામના અગ્રણીઓ દ્વારા સમયાંતરે વિદ્યાર્થીઓને ઉપયોગી ભેટો અર્પણ કરી શાળાને ઉર્જાવાન અને પ્રેરણાદાયક બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દાતાઓના આ કાર્ય બદલ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ પલસાણા તથા શાળાના સ્ટાફ પરિવાર અને ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.










































