એક તરફ સમગ્ર ગુજરાતમાં વિપક્ષ દ્વારા દારૂ મામલે સરકાર પર પસ્તાળ પાડવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ((LCB) જામકંડોરણા ખાતેથી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્‌યો છે. જામકંડોરણા પોલીસ મથક વિસ્તારમાં દારૂનું કટીંગ થાય તે પહેલાં જ મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વી.વી. ઓડેદરા, પી.એસ.આઈ. એચ.સી. ગોહિલ અને તેમની ટીમે દરોડો પાડ્‌યો હતો. આ કાર્યવાહીમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ન્ઝ્રમ્એ સફળ ઓપરેશન પાર પાડ્‌યું હતું. પોલીસે સ્થળ પરથી પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની ૩૭૨૦ બોટલ (અંદાજિત કિંમત રૂ. ૪૬ લાખ) જપ્ત કરી હતી. આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ચાર એસયુવી (SUV) ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ મળીને રૂ. ૮૬,૫૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં સામતભાઈ ભીમભાઇ કરમટા (રહે. જૂનાગઢ), હીરાભાઈ જીવાભાઇ મોરી (રહે. જૂનાગઢ), રાજુભાઈ ડાયાભાઈ સિંઘલ (રહે. જૂનાગઢ) અને કારુભાઈ ઉર્ફે ધીરુભાઈ રાજાભાઈ ગોહેલ (રહે. વેગડી, તા. ધોરાજી) ઝડપાયા છે.