જાફરાબાદ બાર એસોસિએશનના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ વરણી પૂર્વે એડવોકેટ કિર્તીભાઈ બારૈયા, દિપકભાઈ વરૂ, શેલૈષભાઈ વઢવાણાની આગેવાનીમાં બેઠક રાખવામાં આવી હતી. જેમાં જાફરાબાદ બાર એસો.ના પ્રમુખ તરીકે બાલકૃષ્ણ સોલંકી, ઉપપ્રમુખ તરીકે ઈમરાનભાઈ ગાહા, સેક્રેટરી મહેશભાઈ બારૈયા, સહ સેક્રેટરી ભરતભાઈ મહીડા, લાઈબ્રેરી મંત્રી વિશાલ ગંગાજળીયા તેમજ મહિલા પ્રતિનિધી તરીકે કલાવંતીબેન સોલંકીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ તકે વકીલ રામજીભાઈ પઢીયાર, દિલીપભાઈ બારૈયા, નરેશભાઈ મોડાસિયા, નાજાભાઈ ખસીયા, મહેન્દ્રભાઈ નાગર, મિલનભાઈ જાષી, ઉમેશભાઈ વરૂ, મુકેશભાઈ વરૂ, હરેશભાઈ બાંભણીયા, મુકેશભાઈ પરમાર તેમજ નમ્રતાબેન ચુડાસમા હાજર રહ્યા હતા. નવા વરાયેલા બાર એસો.ના હોદ્દેદારોને વકીલ મંડળે આવકારી અભિનંદન પાઠવ્યા હતા.










































