જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આગામી પવિત્ર તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ટાઉન પીઆઈ ભાઈકનના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં રામનવમી અને હનુમાન જયંતીના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી કરવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી.
આ અવસરે જાફરાબાદના વેપારીઓ સહિત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ અને વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પીઆઈ દ્વારા ખાસ ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે દરેક સમાજે પરસ્પર ભાઈચારો અને સુમેળ જાળવીને તહેવારોની ઉજવણી કરવી જોઈએ. તમામ આગેવાનોએ આ પવિત્ર પર્વો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી હતી.










































