જાફરાબાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે બાબરકોટ ગામના સરપંચ અનકભાઈ સાંખટની નિમણૂક કરવામાં આવી છે. તેઓ છેલ્લા દસ વર્ષથી બાબરકોટ ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે. આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત કરવાની કામગીરી પ્રતાપભાઈ દુધાતની આગેવાની હેઠળ ચાલી રહી છે. આ સંદર્ભમાં, અનકભાઈ સાંખટને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકને જાફરાબાદ તાલુકાના કોંગ્રેસ આગેવાનો જેવા કે ટીકુભાઈ વરુ, નાથાભાઈ પરમાર, ઘનશ્યામભાઈ શેખડા, કાદરભાઈ જાડેજા સહિતનાઓેએ આવકારી છે.








































