જાફરાબાદના પીપળીકાંઠા સ્થિત લાલબત્તી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ મંદિરે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં શિયાળબેટ બોટ એસોસિએશનના પ્રમુખ તરીકે મુકેશભાઈ બારૈયા તથા ઉપપ્રમુખ તરીકે દીતાભાઇ શિયાળ અને દિનેશભાઈ બારૈયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને સ્થાનિકોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રમુખે તમામનો આભાર માનતા જણાવ્યું કે તેઓ માછીમાર સમાજના
આભાર – નિહારીકા રવિયા વિકાસ અને બોટ માલિકો તેમજ શ્રમિકોની સમસ્યાઓના ઉકેલ માટે એકજૂટ થઈને કાર્ય કરશે.










































