જાફરાબાદ ખાતે મંગળવારે શ્રી સાર્વજનિક કેળવણી આશ્રમ શાળા ટ્રસ્ટ પ્રમુખ યોગેશભાઈ બારૈયાનાં પિતા જીણાભાઇ બારૈયાની દીર્ઘજીવી સ્મૃતિરૂપે નવનિર્મિત બિલ્ડીંગનું ઉદ્ઘાટન ઇફકોનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીના હસ્તે કરાયું હતું. આ ઉપરાંત સતત બીજી વખત ઇફકોના ચેરમેન બનવા બદલ તેમનો અભિવાદન સમારોહ પણ યોજાયો હતો. પહેલગામના આતંકી હુમલામાં શહીદ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયાએ પણ સહકારી ક્ષેત્ર વિશે સમજ આપી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઇ સોલંકીએ યોગેશભાઈ બારૈયાને બિરદાવેલ હતા. આ કાર્યક્રમમાં મનિષભાઇ સંઘાણી, જેન્તીભાઇ પાનસુરીયા, પીઠાભાઈ નકુમ, ચેતનભાઈ શિયાળ, જીગ્નેશભાઈ પટેલ, જીવનભાઈ બારૈયા, કરસનભાઈ ભીલ તથા દરેક સમાજના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.