જાફરાબાદ ખાતે સાગર કોમ્પલેક્ષની બાજુમાં વેલનેસ કોષની ટીમ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ હેલ્થ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૬૮ જેટલા લોકો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. આ સેમિનારનો મુખ્ય હેતુ બદલાતી જીવનશૈલી વચ્ચે યોગ્ય પોષણ, વજન નિયંત્રણ અને તંદુરસ્ત જીવનશૈલી અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન બોડી એનાલિસિસ દ્વારા શરીરની હાલત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને દૈનિક જીવનમાં અપનાવવાની આરોગ્યપ્રદ આદતો વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી. વર્તમાન સમયમાં વધતા મેદÂસ્વતા, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉપર વિશેષ ભાર મુકાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પ્રશ્નોત્તરી સત્રમાં સક્રિય ભાગ લીધો હતો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.