જાફરાબાદ શહેરમાં રામનવમીના પવિત્ર અવસરે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃ શક્તિ અને દુર્ગા વાહિની દ્વારા ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવની શરૂઆત સ્થાનિક રામજી મંદિરે વિશેષ પૂજા અને મહાઆરતીથી કરવામાં આવી હતી. આ મંગલ પ્રસંગે ગોમતીદાસ બાપુ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પ્રફુલભાઈ બારીયા, મનહરભાઈ બારીયા, ચેતનભાઈ શિયાળ, ખારવા સમાજના આગેવાનો ભગુભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.









































