જાફરાબાદ શહેરમાં સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા ૧૪મા ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૦ નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે સાળંગપુર હનુમાનજી મંદિરના પરમ ઉપાસક આર્યન ભગત, ડેડાણના દેવેન્દ્રદાસ બાપુ સહિતના સંતો-મહંતો અને ભૂદેવોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ટાઉન પોલીસ ઁજીં, અને વિવિધ ગ્રામ્ય વિસ્તારોના સરપંચો તેમજ અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. મનહરભાઈ બારૈયા દ્વારા તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.








































