જાફરાબાદ વિસ્તારના માછીમારોના લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે માછીમાર સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત હીરાભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી, જેમાં જીગ્નેશભાઈ પટેલ, ભગુભાઈ સોલંકી, હરસુરભાઈ લખનોતરા અને સાગરભાઈ સરવૈયા સહિતનું પ્રતિનિધિ મંડળ જોડાયું હતું. હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે રાજ્યના કૃષિ, સહકાર અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે સૌજન્ય મુલાકાત કરી જાફરાબાદ જેટીનું વિકાસ કામ, દરિયાઈ માર્ગ માટે જરૂરી ડ્રેજિંગ કાર્ય તેમજ રાજુલા તાલુકાના ચાંચ ગામની જેટી સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.