જાફરાબાદના કાગવદર ગામે તું કોણ છો અને ક્યાંથી આવે છે તેમ પૂછતા યુવકને ખંભાના ભાગે છરીનો ઘા મારવામાં આવ્યો હતો. બનાવ અંગે આદિત્યભાઈ બાબુભાઈ ટાંક (ઉ.વ.૨૧)એ બહાદુરભાઈ મંગળુભાઈ વરૂ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ રાત્રિના પોણા દશેક વાગ્યે તેના ગામમાં આવેલ હનુમાનજીના મંદીરના ઓટલા પાસે બેઠા હતા ત્યારે આરોપી તેની સ્કૂટી લઇને ત્યાં આવ્યા હતા. તેમને પૂછ્યું કે તું કોણ છો અને કયાંથી આવે છે જેથી તેમણે કહેલ કે, હું માણસ છુ અને આ ગામનો છુ તેમ કહેલ જેથી આરોપીએ તેમને કહેલ કે તું કેમ મને આડા જવાબ આપે છે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો. તેમણે ગાળો આપવાની ના પાડતા આરોપીએ સ્કુટીમાંથી છરી કાઢી જમણા હાથના ખંભાના ભાગે છરીનો એક ઘા મારી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત જો તું કોઈ કાર્યવાહી કરાવીશ તો તને ગોળી મારીને જાનથી મારી નાખીશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ વી દાફડા વધુ તપાસ કરી રહ્યા છે.











































