જસદણમાં લોહાણા સમાજ દ્વારા હોટેલ પ્રાઈમ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોહાણા સમાજના નર્સરીથી ધોરણ-૧૨ સુધીના કુલ ૮૨ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં જસદણ લોહાણા સમાજના પ્રમુખ વિજયભાઈ પોપટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રકાશભાઈ જસાણી, રાજુભાઈ મણીયાર, વિપુલભાઈ વસંત, આશિષભાઈ સોમૈયા જેવા સમાજના અગ્રણી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો પણ હાજર રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમના અંતે સમૂહ ભોજન-પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મયંકભાઈ પોપટ દ્વારા કરવામાં આવ્યું હતું.