ગુજરાતના અનેક વિસ્તારોમાં મે મહિનામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના કારણે જગતના તાતને ઘણું નુકસાન થયાની ભીતિ છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૪૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમા સૌથી વધુ પોરબંદરના કુતિયાણામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી આપી છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૪૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે પોરબંદરના કુતિયાણામાં સૌથી વધુ ૩.૭૮ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે જામખંભાળિયામાં ૩.૧૧ ઇંચ, રાજકોટના ધોરાજી ૨.૭૬, જુનાગઢના માણાવદરમાં ૨.૩૨ ઇંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે, આ સાથે ઇડર અને જેતપુરમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. સાવરકુંડલા, ધ્રોલ અને ઉપલેટામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે બપોરે એક વાગ્યા સુધીમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, બોટાદ, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ મેઘગર્નના સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર, ૩૦થી ૪૦ કેઅમપીએચ મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ મેઘગર્નના સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.