સુરત ફેમેલી કોર્ટમાં સનસનાટી મચી જાય તેવો કિસ્સો બન્યો છે. સુરત ફેમિલી કોર્ટમાં પક્ષકારે પત્ની પર એસિડ ફેંક્યું હતુ. જજની સામે જ વૃદ્ધ પતિએ પત્ની પર એસિડ ફેંક્યું હતું. ઉલ્લેખનીય છે કે, પતિ પત્ની ફેમિલી કોર્ટમાં છુટાછેડાના કેસ માટે આવ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, પતિએ પત્ની પર એસિડ ફેંક્્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કલેક્ટર ભવનમાં ચોથા માળે આવેલી ફેમિલી કોર્ટમાં આજે ધોળા દિવસે એસિડ એટેકની ઘટના બની હતી. શારદાબેન નામની મહિલા ઉપર તેમના પતિ દ્વારા ચાલુ કોટે એસિડ નાખવામાં આવ્યું. એસિડ નાંખનાર બીજા કોઈ નહિ, પરંતું તેના જ પતિ વિનોદ ભાનુસાલી હતો. પતિએ પત્ની પર એટેક ફેંક્યા બાદ, ચાલુ કોર્ટમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિપત્ની બંનેની ઉંમર ૬૫થી ૭૦ વર્ષની આજુબાજુ હશે.

એસિડ એટેકને લઈને મહિલાના શરીરના એક બાજુના શરીરમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેના બાદ પતિ પત્ની બંનેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પતિ પત્ની વચ્ચે ૨૦૦૭થી ચાલતા છુટાછુટાના વિવાદનો લોહિયાળ અંજામ જાવા મળ્યો. અગાઉ પણ આરોપી પતિ વિનોદ ભાણુશાલી પત્નીના હત્યાની કોશિશ કરી ચૂક્યો હતો. ત્યારે ભરણપોષણના કેસમાં ભડકેલા પતિએ ભરકોર્ટમાં કાયર જેવું કામ કર્યું. એસિડ ફેંક્યા બાદ આરોપી પતિએ જાતે જ ઝેર પીધું હતું.