અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરીને કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા એસપી સંજય ખરાતે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે બાદ મૂળ મધ્ય પ્રદેશના પહાડવાના અને હાલ મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતા મુકેશ ઉર્ફે પ્રકાશ દેતુભાઈ વાસકલા (ઉ.વ.૨૦)ને ટેક્નિકલ સોર્સ તથા બાતમીના આધારે પાલઘરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી તેની સામે કેસ નોંધાયા બાદ છેલ્લા ૧૧ મહિનાથી ફરાર હતો.
આ કામગીરી અમરેલી એલીસીબી પીઆઈ વી.એમ. કોલાદરા, પીએસઆઈ કે. ડી. હડીયા, હેડ કોન્સ્ટબલ ગોકુળભાઈ કળોતરા, તુષારભાઈ પાંચાણી, હરેશભાઈ કુંવારદાસ, પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ દાફડા દ્વારા કરવામાં આવી હતી.