‘અવધ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ના નામે ચાલી રહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના ખાતાનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અવધ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતાનો ઉપયોગ સાયબર ક્રાઇમથી મેળવેલા નાણાં મેળવવા માટે કરવામાં આવ્યો હતો. ગત તા. ૧૭/૦૯/૨૦૨૫ ના રોજ આ બેંક એકાઉન્ટમાં કુલ રૂ. ૬૯,૦૦૦/- ની રકમ વારંવાર જમા કરવામાં આવી હતી. આરોપી સારી રીતે જાણતો હતો કે આ રકમ સાયબર ફ્રોડ અથવા છેતરપિંડી દ્વારા મેળવવામાં આવી છે. આ ટ્રસ્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. ખાંભા પોલીસ સ્ટેશનના પી.આઈ.કે.વી ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.










































